MORBI:મોરબીમાં દેશભક્તિ સંગ આદ્યશક્તિની આરાધના: શહીદ પરિવારોના લાભાર્થે ભવ્ય ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’નું આયોજન

મોરબીની ધર્મપ્રેમી જનતા માટે ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સમન્વય સર્જતો ભવ્ય ‘પાટીદાર નવરાત્રી મહોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. આપણા દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર શહીદ જવાનોના પરિવારોની સેવા અને સહાયના ઉમદા આશય સાથે આ ગરબા મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જગતજનની મા આદ્યશક્તિ અંબેની આરાધના સાથે ખેલૈયાઓને મન મૂકીને ઝુમાવવા માટે ગુજરાતના જાણીતા લોકકલાકારો સુરીલા સૂર રેલાવશે:
સાગરદાન ગઢવી (ગરબા સમ્રાટ) વૈભવી શાહ ત્રિવેદી (સુરીલા કંઠના માલિક)શ્રી કરણ બારોટ (લોકપ્રિય લોકગાયક) રૂપાલી જાંબુઝા (જાણીતા લોકગાયિકા)
ધર્મ અને દેશસેવાના સંગમ સમાન આ મહોત્સવમાં મોરબીના ખેલૈયાઓ દેશભક્તિના રંગે રંગાઈને મા અંબાના ગુણગાન ગાશે. શહીદોના પરિવારોને સમર્પિત આ અવિસ્મરણીય ભક્તિમય રાસ-ગરબા રાતમાં સહભાગી થવા સમગ્ર નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.










