દેવગઢ બારીઆમાં નાયબ મુખ્યમંત્રીના પ્રવાસ પૂર્વે રોડના ખાડા પૂરવા ‘વેઠ’ ઉતારાઈ

તા.૧૯.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીઆમાં નાયબ મુખ્યમંત્રીના પ્રવાસ પૂર્વે રોડના ખાડા પૂરવા ‘વેઠ’ ઉતારાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આગામી પ્રવાસને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અચાનક એક્શન મોડમાં આવી ગયું છે. નાયબ મુખ્યમંત્રી આવતીકાલે દેવગઢ બારીઆ ખાતે સેવા સંકલ્પ અભિયાન, યુવા સંવાદ અને રમતગમતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જોકે, તેમના આગમન પૂર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ઉતાવળી કામગીરી હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગઈ છે.ચોમાસામાં બિસ્માર બનેલા રોડ પર તાબડતોબ લીપાપોતીદેવગઢ બારીઆથી યાત્રાધામ પાવાગઢને જોડતો સ્ટેટ હાઈવે લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. વારંવારની રજૂઆતો છતાં આંખ આડા કાન કરતું તંત્ર વીઆઈપી (VIP) મૂવમેન્ટ જાહેર થતાં જ દોડતું થયું હતું. મંત્રી જે રૂટ પરથી પસાર થવાના છે તે રસ્તા પરના ખાડાઓ પૂરવા માટે માર્ગ અને મકાન વિભાગે તાબડતોબ કામગીરી શરૂ કરી દીધી હતી.પાણી ભરેલા ખાડામાં વેટ મિક્સ નાખતા કાદવનું સામ્રાજ્યતંત્રની બેદરકારી અને ઉતાવળનો નમૂનો ત્યારે જોવા મળ્યો જ્યારે અધિકારીઓએ વરસાદી પાણીથી ભરેલા ખાડાઓ સૂકવ્યા વગર જ તેમાં સીધું ‘વેટ મિક્સ’ મટીરિયલ ઠાલવી દીધું. આ વેઠ ઉતાર કામગીરીના કારણે આખો રસ્તો સુધરવાને બદલે કાદવ-કીચડથી ખદબદી ઊઠ્યો છે. રસ્તા પર ફેલાયેલા કાદવના સામ્રાજ્યને કારણે વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે.અકસ્માતનું જોખમ વધ્યુંસ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો આગામી કલાકોમાં વધુ વરસાદ થશે, તો આ માર્ગ પરથી પસાર થવું અશક્ય બની જશે અને મોટા અકસ્માતો સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે જે કામગીરી સામાન્ય દિવસોમાં ગુણવત્તાયુક્ત રીતે થવી જોઈતી હતી, તે માત્ર નેતાઓને સારું લગાડવા માટે કેમ બગાડવામાં આવી?

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો