વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીનો પ્રારંભ કપાસના ભાવ રૂ.1900થી 2000 સુધી બોલાયા; કુકરવાડા ખાતે રૂ.1900થી 2500નો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી

વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીનો પ્રારંભ
કપાસના ભાવ રૂ.1900થી 2000 સુધી બોલાયા; કુકરવાડા ખાતે રૂ.1900થી 2500નો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદી અને હરાજીનો પ્રારંભ એ.પી.એમ.સીના ચેરમેન રાજુભાઈ પટેલ, પૂર્વ ચેરમેન તથા પૂર્વ ધારાસભ્ય પી.આઈ. પટેલ અને સેક્રેટરી નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
કપાસ વેચાણ માટે માર્કેટ યાર્ડ ખાતે પહોંચેલા ખેડૂતોને સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વિજાપુર માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ રૂ.1900થી રૂ.2000 સુધી બોલાયો હતો. જ્યારે કુકરવાડા માર્કેટ યાર્ડ ખાતે કપાસનો ભાવ રૂ.1900થી રૂ.2500 સુધી પહોંચ્યો હતો.
હાલમાં વિજાપુર માર્કેટ યાર્ડ ખાતે કપાસની શરૂઆતની આવકમાં આશરે 15થી 20 ટ્રેક્ટર કપાસ નો માલ નોંધાયો હતો. કપાસની ખરીદીની શરૂઆત થતાં આગામી દિવસોમાં આવકમાં વધારો થવાની સંભાવના વધી છે.
આ અંગે એ.પી.એમ.સીના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મા અંબાના આશીર્વાદ સાથે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સારા ભાવની આશાએ કપાસ લઈને આવેલા ખેડૂતોને હરાજીમાં સારા ભાવ મળ્યા છે. હાલ કપાસની આવકની શરૂઆત છે અને આગામી દિવસોમાં વધુ સારી આવક થવાની આશા છે.
હાલમાં તાલુકાના અનેક ખેડૂતો અંબાજી જતા પદયાત્રા સંઘમાં જોડાયેલા છે, જ્યારે કેટલાક ખેડૂતો દર્શનાર્થે ગયા હોવા છતાં માર્કેટ યાર્ડ માં કપાસની સારી આવક નોંધાઈ રહી છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે કપાસની હરાજી અને ખરીદીની કામગીરી શરૂ થતાં આગામી દિવસોમાં બજારમાં વધુ આવક થવાની શક્યતા છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો