ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના દર્શન: જૂની પોસ્ટ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ભક્તો,તંત્ર અને પોલીસનું ફૂલોથી સ્વાગત.

તારીખ ૨૨/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકતાના અનેરા દ્રશ્યો વચ્ચે સંપન્ન થઈ હતી. ગણેશ ભક્તોની વિસર્જન યાત્રા જ્યારે શહેરની જૂની પોસ્ટ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં જૂની પોસ્ટ ખાતે મુસ્લિમ આગેવાનો સઈદ ખાન પઠાણ, રફીકભાઈ તિજોરીવાલા, આબિદ વકીલ સહિતની ટીમ દ્વારા ભક્તો, વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનનું ફૂલહાર અને શરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયા, પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, મહીસાગરના પોલીસ વડા સફીન હસન, પ્રાંત અધિકારી નિરલ મોદી, બંને મામલતદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડો. જસવંત પરમાર, ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી, મોરવાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકાના સદસ્યો સહિતના હોદ્દેદારો અને હિન્દુ સમાજના આગેવાનોનું પણ મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં સમગ્ર વિસર્જન યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આ પ્રસંગે કોમી એકતાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. સફળ અને શાંતિપૂર્ણ આયોજન બદલ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ વિભાગનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો