MORBI:મોરબી જીલ્લા બ્રહ્મસમાજ દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી જીલ્લા બ્રહ્મસમાજ દ્વારા વડિલ વંદના કાર્યક્રમ યોજાયો

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા દ્વારા જીવનના 75 વર્ષથી વધુ વય ધરાવતા વડિલની પ્લેટીનમ જ્યુબેલી તથા લગ્નજીવનના 50 વર્ષ સફળતા પૂર્વક સંપન્ન કરનારા વડિલ દંપતિનો સન્માન સમારંભ યોજાયો હતો. આ દિવસે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ કરવામાં આવી હતી તથા તેમના જીવનના ગુજરાત અને મોરબી વિશેના સંસ્મરણોને પરશુરામધામ મોરબીના પ્રમુખ શ્રી હસુભાઈ પંડ્યાએ વ્યાખ્યાન સ્વરુપે રજૂ કર્યા હતા.

આ અવસરે રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, અશ્વિનભાઈ રાવલ, ડો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, ડો ચિન્મયભાઈ ત્રિવેદી, ડો આશિષભાઈ ત્રિવેદી, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ડો વિરલભાઈ લહેરુ, શાસ્ત્રી શ્રી નિખિલભાઈ જોશી, ગીરીશભાઈ જોશી, જયશ્રીબેન જોષી, ચેતનાબેન જોષી, કિરણબેન ઠાકર સહિતના અનેક બ્રહ્મ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સિનિયર સીટીઝન કાઉન્સિલના ડો ભાવેશ જેતપરીયા, પ્રભુભાઈ પટેલ, ચુનિભાઈ રાજપરા, શિક્ષણવિદ રાંકજા સાહેબ, સહિતના અનેક આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે 141 જેટલા વડિલોને મોમેન્ટો, શાલ, ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી ડો બી. કે. લહેરુ, નરેન્દ્રભાઈ મહેતા, પ્રફુલભાઈ લહેરુ, ભાવેશભાઈ ત્રિવેદી, નિશિત લહેરુ, હસમુખભાઇ ત્રિવેદી, કેતનભાઈ જોશી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો