પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને 12 – જામનગર લોકસભાના સાંસદ પૂનમ માડમના જન્મદિવસે સેવાનો મહાયજ્ઞ

“સ્વસ્થ ભારત” ના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના જન્મદિવસ નિમિતે ની:શુલ્ક મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિર નું જામનગરમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ દ્વારા સુંદર આયોજન
સ્વ. એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ અને શિવાની કાઉન્ડેશન પ્રાયોજિત ભવ્ય કાર્યક્રમ
સાંસદશ્રીને જન્મદિન શુભેચ્છાઓ આપવા માનવ મહેરામણ ઉમશે…
જામનગર (ભરત ભોગાયતા)
સ્વસ્થ ભારતના પ્રણેતા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મદિવસ નિમિતે ઉજવાતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા વિસ્તારના લોકલાડીલા સાંસદશ્રી પૂનમબેન માડમ ના જન્મદિવસ ની ઉજવણી અવસરે નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું અનન્ય આયોજન થયું છે. આવતીકાલ તા. ૨૩-૯-૨૦૨૬ ના રોજ ઓશવાળ સેંટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા “હેલ્થ મેલા” સમાન માહોલ બની રહેશે. નિદાન સારવાર અને તમામ દવાઓ વિનામુલ્યે પુરીપાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેર ના નાગરીકોએ બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે,


ડોકટર્સ- પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌ સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણની સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિરૂપ આ કેમ્પ એક આશીર્વાદ સમાન બની રહેશે. આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન- નાક- ગળાના નિષ્ણાંત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ, જનરલ રોગો ના નિષ્ણાત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં ૫૦-જેટલા નિષ્ણાંત ડોક્ટરશ્રીઓ દ્વારા દર્દીઓનું નિદાન કરી, નિઃશુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવશે.
ઓશવાળ સેંટર ખાતે યોજાયેલ રકતદાન શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવા ભાવિ નાગરિકો, યુવાનો, મહિલાઓ રકતદાન માટે આગળ આવી રક્તદાન કરવા માટે રક્તદાતાશ્રીઓ ને અપીલ કરવામાં આવી છે.
સેવા- સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, આપના સૌના હૃદયસમ્રાટ આદરણીય પ્રધાનમંત્રીશ્રી મોદી સાહેબના જન્મદિવસના નિમિતે સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ અને શિવાની ફાઉન્ડેશન પ્રાયોજિત આ જનસેવાના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી સર્વ રોગ નિદાન કેમ્પ નો લાભ લેવા તેમજ રક્તદાન કરી સેવાકાર્યો માં સહભાગી બનવા સૌ નાગરિકો ને હાર્દિક જાહેર નિમંત્રણ કરાયેલ છે










