MALIYA:કચ્છ-મોરબી હાઇવે પર પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો પર્દાફાશ: માળિયા પોલીસે આઇસર ટ્રકમાંથી ૭૧ ઘેટાં મુક્ત કરાવી ૪ શખ્સોને દબોચ્યા

MALIYA:કચ્છ-મોરબી હાઇવે પર પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો પર્દાફાશ: માળિયા પોલીસે આઇસર ટ્રકમાંથી ૭૧ ઘેટાં મુક્ત કરાવી ૪ શખ્સોને દબોચ્યા

માળિયા મીંયાણા:કચ્છ-મોરબી હાઇવે પર માળિયા મીંયાણા પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પશુઓ પ્રત્યેની ક્રૂરતાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પોલીસે બાતમી અને શંકાના આધારે વાહન ચેકિંગ દરમિયાન ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા ૭૧ ઘેટાં ભરેલી ટ્રક ઝડપી પાડી ચાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા (મી.) પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રવિરાજસિંહ શક્તિસિંહ પરમાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કચ્છ-મોરબી રોડ પર આવેલી વિશાલા હોટલ નજીક પોલીસ ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. તે દરમિયાન પસાર થતી શંકાસ્પદ આઇસર ટ્રક (GJ-09Z-9365) ને રોકીને તલાશી લેવામાં આવતા ટ્રકના પાછળના ભાગે ઘાસચારા કે પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા વગર અત્યંત ગીચ અને દયનીય હાલતમાં ૭૧ ઘેટાં બાંધેલા મળી આવ્યા હતા.

કોઈપણ પ્રકારના આધાર-પુરાવા કે જરૂરી પરમિટ વગર અમાનવીય રીતે પશુઓની હેરાફેરી કરવા બદલ પોલીસે પશુઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં રૂ. ૭૧,૦૦૦ ની કિંમતના ૭૧ ઘેટાં તેમજ રૂ. ૭,૦૦,૦૦૦ ની કિંમતની આઇસર ટ્રક મળી કુલ રૂ. ૭,૭૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ ઘેટાંઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

ઝડપાયેલા આરોપીઓ:ફિરોજભાઈ આદમભાઈ ઓડ (ટ્રક ચાલક, રહે. રતનપુર, તા. માતર, જિ. ખેડા)આરીફભાઈ ફિરોજભાઈ ઓડ (રહે. રતનપુર, તા. માતર, જિ. ખેડા)મેરાભાઈ હમીરભાઈ ખાંભલા (રહે. લોડાઈ, તા. ભુજ, જિ. કચ્છ)યુનુસભાઈ આદમભાઈ ઓડ (રહે. ખેડા કેમ્પ, જિ. ખેડા)

પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની અટકાયત કરી આ પશુઓની હેરાફેરી ક્યાંથી ક્યાં થઈ રહી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો