વઢવાણ તાલુકામાં ખેડૂતોને પાક ધિરાણમાં 4% વ્યાજ રિબેટ ના મળતા રોષ: ‘આપ’ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

તા.23/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

પાક ધિરાણના રિન્યુઅલ સમયે માત્ર વ્યાજ વસૂલી ઓટો-રિન્યુઅલ કરવાની ખેડૂતોની મુખ્ય માંગ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂત ખાતેદારો વિવિધ આર્થિક મૂંઝવણો અને બેંકિંગ ક્ષેત્રે પડતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોના પડતર પ્રશ્નો અને અધિકારની રકમ મેળવવા માટે આામ આદમી પાર્ટી ગુજરાતના કિસાન સેલ તેમજ વઢવાણ તાલુકાના હોદ્દેદારો દ્વારા વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારને એક વિગતવાર આવેદનપત્ર પાઠવી તાકીદે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી છે. આવેદન પત્રમાં જણાવાયા અનુસાર, વઢવાણ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી પાક ધિરાણ લે છે. કેન્દ્ર સરકારના નિયમ અને પરિપત્ર મુજબ, જે ખેડૂતો નિયમિતપણે ખાતાની લેવડ-દેવડ અને વ્યાજ ચૂકવણી કરે છે તેમને ૪% વ્યાજ રિબેટ મળવાપાત્ર રહે છે. વઢવાણ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨ વર્ષથી નિયમિત વ્યાજની ભરપાઈ કરી રહ્યા હોવા છતાં, હજુ સુધી રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા તેમના ખાતામાં આ ૪% વ્યાજ રિબેટની રકમ જમા કરવામાં આવી નથી. ખેડૂત આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ખેડૂતો મોંઘવારી અને કપરા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે જો આ રિબેટની રકમ ખેડૂતોને મળે તો તે તેમના પશુઓના ઘાસચારા અને ખાણ- દાણ માટે ‘જીવનડોર’ સાબિત થઈ શકે તેમ છે. આથી, તંત્ર દ્વારા તમામ રાષ્ટ્રીયકૃત બેંકોને કેન્દ્ર સરકારના પરિપત્ર મુજબ તાકીદે ખેડૂતોના ખાતામાં રિબેટની રકમ જમા કરવાનો આદેશ કરવામાં આવે. આવેદનપત્રમાં બીજી એક મહત્વની રજૂઆત પાક ધિરાણના રિન્યુઅલ પ્રક્રિયા અંગે કરવામાં આવી છે. હાલમાં ધિરાણ રિન્યુ કરાવતી વખતે ખેડૂતોએ એકસાથે મોટી રકમની વ્યવસ્થા કરવી પડે છે, જે સામાન્ય ખેડૂત માટે અત્યંત મુશ્કેલ બને છે. ખેડૂતોની માંગણી છે કે રિન્યુઅલ સમયે ખાતેદાર પાસેથી માત્ર વ્યાજની રકમ વસૂલ કરીને ખાતાનું ‘ઓટો-રિન્યુઅલ’ કરી આપવામાં આવે, જેથી ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત મળે. પ્રવક્તા વિક્રમ દવે

વઢવાણ તાલુકા કિસાન સેલના આગેવાનો અને પ્રવક્તા વિક્રમ દવેએ માધ્યમો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “બેંકોની નીતિ-રીતિના કારણે ખેડૂતો પોતાના હક્કના નાણાંથી વંચિત રહી રહ્યા છે. જો બેંકો દ્વારા નિયમ મુજબ ૪% રિબેટની ચૂકવણી ઝડપથી કરવામાં આવે અને પાક ધિરાણની રિન્યુઅલ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે, તો અત્યારના કપરા સમયમાં ખેડૂતોને ખૂબ મોટો આર્થિક સહારો મળી રહેશે.” ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી છે કે જો પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા આ બાબતે તાકીદે કાર્યવાહી કરી રાષ્ટ્રીયકૃત બેંકોને યોગ્ય આદેશો આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોના હક્ક માટે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

35
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો