ખોખરાઉમર ગામે RCC રસ્તાના કામમાં ગેરરીતિના આક્ષેપો, તંત્રની કામગીરી સામે સવાલો

એસ્ટિમેન્ટ મુજબ કામ ન થતું હોવાનો ગ્રામજનોનો દાવો; અગાઉ બનાવાયેલા રસ્તા પર રોલર ન ચલાવ્યાનો પણ આક્ષેપ

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 128.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 45;
વાતાલયમ સમાચાર
પ્રતિનિધિ : જેસિંગ વસાવા
ખોખરાઉમર: ગામમાં બની રહેલા RCC રસ્તાના કામને લઈને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રસ્તાના બાંધકામમાં એસ્ટિમેન્ટ અને ટેક્નિકલ ધોરણોનું પાલન થતું ન હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ સમગ્ર કામની તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
ગ્રામજનોના આક્ષેપ મુજબ, રસ્તાનું કામ મંજૂર એસ્ટિમેન્ટ મુજબ કરવામાં આવતું નથી, જેના કારણે રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વધુમાં, અગાઉ તૈયાર કરવામાં આવેલા આશરે 100 મીટર જેટલા RCC રસ્તાના ભાગ પર રોલર ચલાવવામાં આવ્યું ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે સરકારી એન્જિનિયર દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, એન્જિનિયરે કોન્ટ્રાક્ટરને બાકી રહેલા ભાગમાં રોલર ચલાવીને કામગીરી આગળ વધારવા સૂચના આપી હતી.
પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો રોલર ચલાવવું જરૂરી અને નિયમિત પ્રક્રિયાનો ભાગ હોય, તો અગાઉ બનાવવામાં આવેલા RCC રસ્તાના ભાગમાં રોલર કેમ ચલાવવામાં આવ્યું નહીં? શું અગાઉનું કામ પણ ટેક્નિકલ ધોરણો મુજબ થયું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે?
ગ્રામજનો દ્વારા એવો પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું પાલન ન થયું હોય તો તેની જવાબદારી કોની અને દેખરેખ રાખનાર તંત્રના અધિકારીઓની ભૂમિકા શું હતી?
હાલ ગ્રામજનોની માંગ છે કે સમગ્ર RCC રસ્તાના કામનું ટેક્નિકલ નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી કરવામાં આવે, એસ્ટિમેન્ટ મુજબ થયેલા કામની તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે.
હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોના આક્ષેપોને તંત્ર ગંભીરતાથી લઈને તપાસ કરશે કે પછી RCC રસ્તાના કામ અંગે ઉઠેલા સવાલો કાગળ પર જ દબાઈ જશે?










