WAKANER:વાંકાનેરના પાડધરા નજીક અકસ્માતના સમાધાન મુદ્દે જૂની અદાવતમાં હિંસક હુમલો:  ૭ શખ્સો સામે ગુનો દાખલ

WAKANER:વાંકાનેરના પાડધરા નજીક અકસ્માતના સમાધાન મુદ્દે જૂની અદાવતમાં હિંસક હુમલો:  ૭ શખ્સો સામે ગુનો દાખલ

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક જૂની અદાવત અને અગાઉ થયેલા અકસ્માતના સમાધાન મુદ્દે ચાલેલી તકરારમાં મોડી રાત્રે એક ચા ની હોટલ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. કારમાં આવેલા શખ્સોએ લાકડીઓ વડે યુવક સહિત ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતો અનુસાર, પાડધરા ગામે રહેતા અને ખેતીકામ કરતા કિશનભાઈ રઘુભાઈ બાવળીયા (ઉં.વ. ૩૦) ચા ની હોટલ પાસે હતા ત્યારે આરોપી જયેશભાઈ ગેલાભાઈ સરૈયા ત્યાં આવ્યો હતો અને “તેં અમારું સમાધાન થવા દીધું નથી” કહી બોલાચાલી કરીને જતો રહ્યો હતો.

આ બોલાચાલીના આશરે અડધા કલાક બાદ જયેશભાઈ અન્ય શખ્સો સાથે હ્યુન્ડાઈ ક્રેટા કાર (નં. GJ-36-AJ-6212) લઈને ધસી આવ્યો હતો. આરોપીઓએ ફરીયાદીને “તને ગામમાં બધી બાબતમાં બહુ રસ છે, તેં અમારું સમાધાન થવા દીધું નથી” તેમ કહી ગાળો ભાંડી ઝઘડો શરૂ કર્યો હતો.

ત્યારબાદ ઉશ્કેરાયેલા શખ્સોએ કારમાંથી લાકડીઓ કાઢી કિશનભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં લાલાભાઈ નામના શખ્સે લાકડીનો ઘા ફટકાર્યો હતો. આ દરમિયાન કિશનભાઈના સાથી સનાભાઈ અને રાયધનભાઈ વચ્ચે પડતા આરોપી હીરાભાઈએ તેમના પર પણ લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

આ ઝઘડો ચાલુ હતો તે દરમિયાન ત્યાં અન્ય એક સ્કોર્પિયો ગાડી (નંબર ૪૬૪૭) આવી પહોંચી હતી, જેમાંથી બે અજાણ્યા શખ્સોએ ઉતરીને કિશનભાઈ અને તેમના સાથીઓ સાથે મારામારી કરી હતી. હુમલાખોરો બંને ગાડીઓમાં સવાર થઈ ફરાર થઈ ગયા હતા.

આ હિંસક હુમલામાં ઈજાગ્રસ્ત કિશનભાઈ તથા તેમના સાથીઓને હાથમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશનભાઈ બાવળીયાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે જેતપરડા ગામના જયેશભાઈ ગેલાભાઈ સરૈયા, હીરાભાઈ ગેલાભાઈ, માંડણભાઈ હરજીભાઈ, મનિષભાઈ હરજીભાઈ, લાલભાઈ મસાભાઈ તથા સ્કોર્પિયોમાં આવેલા બે અજાણ્યા શખ્સો સહિત કુલ ૭ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો