MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

MORBI:મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે રૂ. ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર

જિલ્લાના જળાશયોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, પ્રગતિ હેઠળની યોજનાઓ, ક્લોરિનેશન અને પાણીવેરા પ્રોત્સાહક યોજનાની કામગીરીની કરાઈ વિસ્તૃત સમીક્ષા*

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ તેમજ ‘પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ૫ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે નવા સંપ, નેટવર્ક જોડાણ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા નિર્માણ સહિત કુલ રૂ. ૬૪,૩૬,૫૫૪ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટરશ્રીએ જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ, પાણીવેરા પ્રોત્સાહક યોજના તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા અર્થે પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી મહેશ દામા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Horoscope

Weather

વધુ વાંચો

ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ પર સેવા જ્યોત યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો