ONGCની કામગીરી અને સુરક્ષા મુદ્દે ગુજરાતના DGP સાથે મહત્વપૂર્ણ બેઠક

ONGCની કામગીરી અને સુરક્ષા મુદ્દે ગુજરાતના DGP સાથે મહત્વપૂર્ણ બેઠક
ONGCના Executive Director સુનિલ કુમાર સહિત ઉચ્ચ અધિકારીઓની DGP જી.એસ. મલિક સાથે મુલાકાત
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર

ગુજરાતના DGP જી.એસ. મલિક સાથે ONGCના Executive Director સુનિલ કુમારની મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. બેઠક દરમિયાન ONGCમાં ચાલી રહેલી વિવિધ કામગીરી, ઓપરેશન દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ તેમજ રોજિંદી કામગીરી સાથે સંકળાયેલા સુરક્ષા અને ઓપરેશનલ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન ONGCના ઉચ્ચ અધિકારીઓ U.K. Sinha (CGM) તથા Rajesh Kukreti (GM, In-charge Security) સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ દ્વારા ONGCની કામગીરી દરમિયાન આવતી વિવિધ વ્યવહારુ મુશ્કેલીઓ અને સુરક્ષા સંબંધિત જરૂરી બાબતો અંગે DGP સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન DGP જી.એસ. મલિકે ONGCની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગુજરાત પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ અને જરૂરી તત્પરતા જાળવવાની ખાતરી આપી હતી. ONGCની કામગીરીને સુરક્ષિત અને સુચારુ રીતે આગળ વધારવા માટે પોલીસ અને ONGC વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ચર્ચા થઈ હતી.
આ મહત્વપૂર્ણ બેઠક ONGCની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ-ONGC વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવા માટે ફળદાયી રહી હોવાનું જણાવાયું હતું.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો