સાધલીમાં ડીજે .બેન્ડવાજા સાથે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ

  • ફૈઝ ખત્રી..શિનોર
  • શિનોર તાલુકાના સાધલી ગામે ગણપતિ મહોત્સવના સમાપન પ્રસંગે ભવ્ય અને ભાવભીની ગણપતિ વિસર્જન યાત્રા યોજાઈ હતી.
  • સાધલી ગામના ભાથીજી મહારાજ મંદિર વિસ્તાર, બજારના અંબાજી મંદિર વિસ્તાર, પટેલવાડી તથા નવીનગરી વિસ્તારમાં બિરાજમાન ગણપતિ બાપાની બેન્ડબાજા અને ડીજેના તાલ સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી.
  • દસ દિવસ સુધી ગણપતિ બાપાની આરાધના અને આતિથ્ય માણ્યા બાદ યુવક મંડળ દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં યુવક મંડળના યુવાનો મરાઠી પરંપરાગત પોશાકમાં જોડાયા હતા, જ્યારે મહિલાઓએ પણ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
  • ગણપતિ બાપાના જયઘોષ સાથે સમગ્ર સાધલી ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું. ભક્તોએ ભાવભીની આંખે ગણપતિ બાપાને વિદાય આપી હતી.
36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો