તા.૨૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદમાં અનોખો નજારો: ગણપતિ બાપ્પાને ઇલેક્ટ્રિક કારમાં અપાઈ ભવ્ય અને ડિજિટલ વિદાય!
દાહોદ શહેરમાં આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન એક ખૂબ જ અનોખો અને પર્યાવરણપ્રેમી નજારો જોવા મળ્યો હતો. પરંપરાગત વાહનોને બદલે આ વખતે ગણપતિ બાપ્પાને એક શણગારેલી ઇલેક્ટ્રિક કાર (EV) માં બિરાજમાન કરીને ખૂબ જ ભવ્ય અને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.આ ડિજિટલ અને મોર્ડન અંદાજમાં થયેલી વિદાય આકર્ષણનું કેન્દ્ર બની હતી. રસ્તા પરથી પસાર થતી આ ઇલેક્ટ્રિક સવારીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપતી આ ભવ્ય વિદાયની ચર્ચા અત્યારે સમગ્ર દાહોદ શહેરમાં થઈ રહી છે










