MORBI:કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી ક૨વામાં આવી; મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો


કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે ખેતીને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શનનું આયોજન કરી તારીખ ૨૧ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દ૨મ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી; વાલ્મી, રાજકોટ અને એકેઆરએસપી સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજન ક૨વામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં સિનીયર સાયન્ટિસ્ટ એન્ડ હેડશ્રી, પ્રો.એમ.એફ. ભોરણીયા દ્વારા મગફળી અને કપાસમાં રોગ અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ડૉ. એ.વી. ખાનપરા દ્વારા રક્ષિત ખેતી અંગે, પ્રોફ. ડી. એ. સરડવા દ્વારા હાલની પરિસ્થિતિમાં પાકોમાં આપવાની થતી માવજતો અંગે જીણવટ ભરી માહિતી, ડૉ. કે.એન. વડારિયાએ પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી તથા વાલ્મી ના કર્મચારીઓએ ખેડૂતોને પાણી ના બચાવ અંગે શપથ લેવડાવ્યા તેમજ શુક્ષ્મ પિયત પદ્ધતિઓ અંગે તેમજ તેમાં સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે જાણકારી આપી. આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના વિવિધ ગામોમાંથી ૫૧૮ ખેડૂતોએ ભાગ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન ડૉ. હરેશ ચાવડા, શ્રી વી.વી. ઠાકોર, શ્રી નયન બાંટવા, શ્રીમતી કલ્પનાબેન જરુ, શ્રી નીલેશભાઈ વાઘડીયા, શ્રી બી.પી. વાઘેલા તથા શ્રી કાન્તિલાલ સનારીયા એ જહેમત ઉઠાવી હતી.












