નવસારીમાં વાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિ બદલ બે દુકાનોના પરવાના કાયમી રદ, કુલ રૂ.13.83 લાખનો દંડ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા કલેકટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની વાજબી ભાવની દુકાનોની આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ગેરરીતિ અને ઘટ-વધ જણાતાં ત્રણ દુકાનદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે

વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે કૌશલકુમાર વી. દેસાઈ દ્વારા સંચાલિત વાજબી ભાવની દુકાનમાં તા. 27 ઓગસ્ટ, 2026ના રોજ તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ઘટ જણાઈ હતી. આ ગેરરીતિ બદલ રૂ. 5,48,852નો દંડ ફટકારી દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે.

તે જ રીતે, નવસારી શહેરના ઉદ્યોગનગર ખાતે દિપીકા એસ. લધ્ધડ દ્વારા સંચાલિત વાજબી ભાવની દુકાનમાં તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ તપાસ હાથ ધરવામાં આવી હતી. અનાજના જથ્થામાં જણાયેલી વધ-ઘટ બદલ રૂ. 5,22,740નો દંડ વસૂલ કરી પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત નવસારી ગ્રામ્યના સિસોદ્રા (ગણેશ) ખાતે આશિષકુમાર બી. કાપડિયા દ્વારા સંચાલિત હંગામી વાજબી ભાવની દુકાનમાં તા. 11 સપ્ટેમ્બર, 2026ના રોજ તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ઘટ જણાઈ હતી. આ મામલે રૂ. 2,11,960નો દંડકરવામાં આવ્યો છે.

આમ, ત્રણેય કિસ્સામાં મળીને રૂ. 12,83,552નો દંડ કરવામાં આવ્યો છે, જ્યારે બે દુકાનોના પરવાના કાયમી ધોરણે રદ કરવામાં આવ્યા છે.

જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભાર્થીઓને નિયમિત અને પારદર્શક રીતે અનાજનો જથ્થો મળી રહે તે માટે આવી તપાસણી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. વાજબી ભાવની અન્ય દુકાનોમાં પણ નિયમોનું પાલન નહીં થતું જણાશે તો નિયમોનુસાર કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો