દાહોદમાં ગણપતિ વિસર્જનને લઈ DYSPના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ  

તા.૨૫.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં ગણપતિ વિસર્જનને લઈ DYSPના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ

દાહોદમાં ગણપતિ વિસર્જનને લઈ DYSPના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલડેડલાઈન: દાહોદદાહોદ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ગણપતિ વિસર્જન મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. દાહોદના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) જગદીશ ભંડારી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન DYSP દ્વારા ગણેશ મંડળોના સંચાલકોને વિસર્જન યાત્રાના નિર્ધારિત રૂટ, સમય મર્યાદા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ડીજેના અવાજ પર નિયંત્રણ રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકોને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને વિસર્જનના સ્થળો પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની ખાતરી પણ પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. ગણેશ મંડળોના આયોજકોએ પણ વહીવટી તંત્રના નિયમોનું પાલન કરી શાંતિપૂર્વક ઉત્સવ ઉજવવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા.દદાહોદ શહેરમાં આગામી દિવસોમાં યોજાનારા ગણપતિ વિસર્જન મહોત્સવ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. દાહોદના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) ના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન DYSP દ્વારા ગણેશ મંડળોના સંચાલકોને વિસર્જન યાત્રાના નિર્ધારિત રૂટ, સમય મર્યાદા અને ટ્રાફિક વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ડીજેના અવાજ પર નિયંત્રણ રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે આયોજકોને પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.આ સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને વિસર્જનના સ્થળો પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવાની ખાતરી પણ પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. ગણેશ મંડળોના આયોજકોએ પણ વહીવટી તંત્રના નિયમોનું પાલન કરી શાંતિપૂર્વક ઉત્સવ ઉજવવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો