વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૫ સપ્ટેમ્બર : વડાપ્રધાન ના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ચાલતા ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા સંકલન કરી કચ્છ જિલ્લાના કુલ ૬૩ જેટલા PHC/CHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) દ્વારા જિલ્લાની વિવિધ શાળા/કોલેજો ખાતે તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ First Responder Training Program નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા/કોલેજોના અંદાજિત ૧૦૫૪૯ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અકસ્માત કે અન્ય ઈમરજન્સી સમયે પ્રાથમિક મદદ સુરક્ષા કેવી રીતે આપવી તે માટે First Aid & Breathing, Bleeding Control, Fracture/Injury management, માર્ગ અકસ્માતમાં ઘાયલને સુરક્ષિત રીતે મદદ, First Aid ,કીટનો ઉપયોગ, Emergency Communication (૧૦૮) વગેરે બાબતે નિષ્ણાત તબીબો દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી.આ કાર્યક્રમ અંતર્ગત આરટીઓ, ભુજના મોટર વાહન નિરીક્ષક એચ.યુ.પ્રજાપતિ અને આર.જે.ઘોડાસરા માધાપર CHC ખાતે હાજર રહેલ અને માર્ગ સલામતી જાગૃતિ અંગે પણ વિશેષ સમજણ આપવામાં આવી હતી.











