MORBI:મોરબી કોર્ટનો મહત્વનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં મહારાષ્ટ્રના વેપારીને ૨ વર્ષની કેદ, રૂા. ૧૫ લાખ ૯% વ્યાજ સહિત ચૂકવવા હુકમ

MORBI:મોરબી કોર્ટનો મહત્વનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં મહારાષ્ટ્રના વેપારીને ૨ વર્ષની કેદ, રૂા. ૧૫ લાખ ૯% વ્યાજ સહિત ચૂકવવા હુકમ

મોરબી:નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ચેક રિટર્ન કેસમાં મોરબીની નામદાર અદાલતે કડક વલણ અપનાવી મહત્વનો ચુકાદો આપ્યો છે. સિરામિક નગરી મોરબીના વેપારી સાથે થયેલી રૂા. ૧૫ લાખની લેતીદેતીમાં ચેક અનાદર થવાના કેસમાં અદાલતે મહારાષ્ટ્રના વેપારીને દોષિત ઠેરવી બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.

મોરબીના એક સિરામિક વેપારીએ મહારાષ્ટ્રના વેપારી દીપક સતીષ રાજપૂત સાથે વેપારી વ્યવહાર પેટે રૂા. ૧૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંદર લાખ પૂરા) આપ્યા હતા. આ બાકી રકમ પરત ચૂકવવા માટે દીપક સતીષ રાજપૂત દ્વારા ફરિયાદીને રૂા. ૧૫ લાખનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે, બેંકમાં રજૂ કરતા આ ચેક નાણાંના અભાવે પરત (રિટર્ન) ફર્યો હતો.

આ અંગે ફરિયાદી વેપારીએ કાયદેસરની નોટિસ પાઠવ્યા બાદ પણ નાણાં પરત ન મળતાં, મોરબી કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોર્ટનો ચુકાદો અને સજા વોરંટ:કેસ ચાલવા ઉપર આવતાં અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ ધ્યાને લીધા હતા. નામદાર અદાલતે આરોપી દીપક સતીષ રાજપૂતને તકસીરવાન ઠેરવી:૨ (બે) વર્ષની સાદી કેદની સજા,મૂળ ચેકની રકમ રૂા. ૧૫,૦૦,૦૦૦/- પર વાર્ષિક ૯% સાદા વ્યાજ સહિત વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો છે.આ ઉપરાંત આરોપી વિરુદ્ધ સજાનું વોરંટ પણ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના યુવા એડવોકેટ અલ્પેશ પી. હાલપરા તથા સુરેશ વાધાણી રોકાયેલા હતા.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો