આદર્શ વિદ્યાલય, વિસનગર – ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખાતે વાલી–શિક્ષક–વિદ્યાર્થી પરિસંવાદ યોજાયો

29 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ વિદ્યાલય, વિસનગરના ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખાતે આજે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલી–શિક્ષક–વિદ્યાર્થી પરિસંવાદ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, પ્રગતિ તથા સર્વાંગી વિકાસ અંગે વાલીઓ અને શિક્ષકો વચ્ચે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
પરિસંવાદ દરમિયાન વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ, હાજરી, શિસ્ત, અભ્યાસ પ્રત્યેની રૂચિ તેમજ તેમની પ્રતિભા અને ક્ષમતાઓને વધુ વિકસાવવા અંગે શિક્ષકો દ્વારા વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલીઓએ પણ પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કરી શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા, શિક્ષક, વાલી અને વિદ્યાર્થી વચ્ચે વધુ સુમેળભર્યો સંવાદ સ્થાપિત કરી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી પઠાણસાહેબ, શિક્ષકમિત્રો તથા સમગ્ર સ્ટાફ દ્વારા સુંદર આયોજન અને સહયોગ આપવામાં આવ્યો હતો. વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.“વાલી–શિક્ષક–વિદ્યાર્થીનો સંવાદ જ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની મજબૂત કડી છે.”

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો