પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે કેએચ હોસ્પિટલમાં 20 નિઃશુલ્ક જટિલ સર્જરી..

પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે કેએચ હોસ્પિટલમાં 20 નિઃશુલ્ક જટિલ સર્જરી..

દર્દીઓનો સત્કાર સમારોહ યોજાયો, સિદ્ધાર્થ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા..

ઈડરની કેએચ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્જરીનો લાભ મેળવનાર દર્દીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. સમારોહમાં સિદ્ધાર્થ પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. કેએચ હોસ્પિટલના સ્ટાફ દ્વારા સિદ્ધાર્થ પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલા આરોગ્ય સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલા માનવતાભર્યા પ્રયાસોની આ પ્રસંગે પ્રશંસા કરવામાં આવી હતી.
દિવ, દમણ અને દાદરા-નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસકના જન્મદિવસ નિમિત્તે 28 ઓગસ્ટથી 28 સપ્ટેમ્બર સુધી કેએચ હોસ્પિટલ ખાતે વિશેષ નિઃશુલ્ક સર્જરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન વિવિધ પ્રકારની જટિલ બીમારીઓની કુલ 20 જેટલી સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી હતી. ખાસ કરીને 20થી વધુ મહિલાઓને જરૂરી ઓપરેશન અને સારવારનો લાભ મળ્યો હતો.પ્રફુલભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સર્જરી બાદ દર્દીઓનો સત્કાર કરી તેમના સ્વાસ્થ્ય અને આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે કેએચ હોસ્પિટલના ચેરમેન પ્રકાશભાઈ ડી. પટેલ, વાઇસ ચેરમેન ભાર્ગવ ડી. પટેલ, સર્જન ડો. મિત ત્રિવેદી, ફિઝિશિયન ડો. હર્ષભાઈ, ઓર્થોપેડિક ડો. અનિકેત પટેલ, યુરોસર્જન ડો. હાર્દિક યાદવ, સર્જન ડો. અનુ નાયર સહિત કેએચ હોસ્પિટલનો તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હોસ્પિટલની ટીમ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે કરવામાં આવેલી આ નિઃશુલ્ક સેવા બદલ દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો