કાલોલ-ઘોઘંબાના વિકાસને નવી ગતિ: નવા રસ્તાઓના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય એ રાજ્ય સરકારનો માન્યો આભાર.

તારીખ ૦૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

127-કાલોલ વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામોને વધુ વેગ મળ્યો છે. કાલોલ અને ઘોઘંબા તાલુકાના વિવિધ ગામોમાં નવા રસ્તાઓના નિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. ત્યારે આ અંગે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ મકાન વિભાગના સહયોગથી કાલોલ અને ઘોઘંબા તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા નવા ડામર રસ્તાઓ, સીસી રોડ અને મજબૂતીકરણના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ત્યારે ધારાસભ્યએ જણાવ્યું કે, આ નવા રસ્તાઓ બનવાથી ખેડૂતોને ખેત ઉત્પાદન બજાર સુધી લઈ જવામાં સરળતા રહેશે, વિદ્યાર્થીઓને શાળા-કોલેજે આવવા-જવામાં સુગમતા રહેશે અને ગ્રામજનો શહેર સાથેનો સંપર્ક વધુ મજબૂત બનશે.“મારી પ્રાથમિકતા કાલોલ અને ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચાડવાની છે. રાજ્ય સરકારે મારી માંગણીને ધ્યાને લઈને જે ગ્રાન્ટ ફાળવી છે તે બદલ હું સરકારનો આભારી છું. આગામી દિવસોમાં આ તમામ રસ્તાઓના કામો ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવશે,” તેમ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ગ્રાન્ટ અંતર્ગત બંને તાલુકાના અનેક ગામોમાં વર્ષોથી પડતર રહેલા કાચા રસ્તાઓને પાકા કરવામાં આવશે, જેનાથી ગ્રામીણ વિકાસને નવી દિશા મળશે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો