પ્રેસનોટ

“જનસેવા છે સાચી જન્મદિનની
ઉજવણી”
થાણાસાવલી ગામ ખાતે સામાજિક અને રાજકીય આગેવાન સાહિલભાઈ પરમારના જન્મદિવસ નિમિત્તે જનસેવાના હેતુથી આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા માતાઓને પ્રોટીન પાવડર તથા ફ્રૂટનું વિતરણ અને આરોગ્ય ચકાસણી, TBના દર્દીઓને પોષણ કીટનું વિતરણ તેમજ 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું NCD સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બ્લડ પ્રેશર, બ્લડ શુગર, વજન-ઊંચાઈ તથા BMIની તપાસ અને આરોગ્યલક્ષી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લુણાવાડાના ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી (CDHO) ડૉ. સી. આર. પટેલીયા, ડૉ. મયુર ભગત, PHC ખારોલના મેડિકલ ઓફિસર તથા આરોગ્ય વિભાગના સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી.
જન્મદિવસની ઉજવણીને માત્ર વ્યક્તિગત પ્રસંગ પૂરતી મર્યાદિત ન રાખીને સમાજના જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્ય અને જનસેવાના કાર્ય સાથે ઉજવવાનો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.
સ્થળ: આયુષ્માન આરોગ્ય મંદિર, થાણાસાવલી
તારીખ: 03 ઓક્ટોબર 2026
રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર










