WAKANER:વાંકાનેર સ્મશાનમાં દારૂ પીવાની ના પાડતાં લુખ્ખાઓના ત્રાસથી વૃદ્ધે એસિડ ગટગટાવ્યું ; ૬ શખ્સો સામે ગુનો દાખલ

WAKANER:વાંકાનેર સ્મશાનમાં દારૂ પીવાની ના પાડતાં લુખ્ખાઓના ત્રાસથી વૃદ્ધે એસિડ ગટગટાવ્યું ; ૬ શખ્સો સામે ગુનો દાખલ

 

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં સામાજિક ગેરપ્રવૃત્તિઓનો વિરોધ કરનાર વૃદ્ધ પર સ્થાનિક શખ્સો દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારાતાં, કંટાળીને વૃદ્ધે એસિડ પી લેતાં ચકચાર મચી જવા પામી છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં વૃદ્ધે મોબાઈલમાં વીડિયો બનાવી ત્રાસ આપનારા શખ્સોના નામ જાહેર કર્યા.

વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આંબેડકરનગર શેરી નંબર ૪ ખાતે રહેતા દેવજીભાઈ હરીભાઇ ચાવડા નામના વૃદ્ધ પોતાના વિસ્તારમાં આવેલ સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વો દ્વારા થતી ગેરપ્રવૃત્તિઓ અને દારૂ પીવા સામે વિરોધ દર્શાવતા હતા. તેઓ સ્થાનિક શખ્સોને સ્મશાન પરિસરમાં બેસી દારૂ ન પીવા માટે મનાઈ ફરમાવતા હતા. આ બાબતની દાઝ રાખીને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા દેવજીભાઈને માર મારી સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો.

આરોપીઓના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી જઈને દેવજીભાઈએ આત્યંતિક પગલું ભરતાં એસિડ પી લીધું હતું. જોકે, આ પગલું ભરતાં પહેલાં તેમણે પોતાના મોબાઈલ ફોનમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં આરોપી પ્રકાશ ઉર્ફે પકો દલા, અજીત મકવાણા, મનોજ માહાલીયા સહિતના શખ્સોના નામ બોલી તેમને મરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોવાની સમગ્ર આપવીતી રજૂ કરી હતી.

આ સમગ્ર બનાવ અંગે મોરબીના લાયન્સનગરમાં રહેતા અને ભોગ બનનારના ભાણેજ મહેશભાઈ અનિલભાઈ રાઠોડ (ઉં.વ. ૨૬) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પ્રકાશ ઉર્ફે પકો દલા, અજીત મકવાણા, મનોજ માહાલીયા (તમામ રહે. વાંકાનેર) તથા અન્ય બેથી ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો