નવસારીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ/ બજરંગ દળ દ્વારા આયોજિત આંખ નિદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

 નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું 156 લાભાર્થીઓ લાભ લીધો,25 દર્દીઓમાં મોતિયાબિંદુનું ઓપરેશન કરવામાં આવશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ – સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલના સહયોગથી તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ નવસારીના આદર્શરા પેલેસ, સીતારામ નગર, પરમેશ્વર ડાયમંડ રોડ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી ભાવના સાથે યોજાયેલા આ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો.

કેમ્પ દરમિયાન કુલ 156 ભાઈઓ, બહેનો અને માતાઓની આંખોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન 25 દર્દીઓમાં મોતિયાબિંદુનું નિદાન થયું હતું. આ તમામ 25 દર્દીઓનું તા. 8 ઓક્ટોબર, 2026ના રોજ નિઃશુલ્ક મોતિયાબિંદુ ઓપરેશન કરવામાં આવશે.

આ કેમ્પના આયોજનને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળના રાકેશ શર્મા, લોકેશ સોની, રોહિત લોદરીયા, ચેતન પટેલ, દીપક શર્મા, ભાવેશ ઠક્કર, પવન ધનવાણી, લક્ષિતસેન સહિતના કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી હતી.

કેમ્પને સફળ બનાવવા બદલ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ કેમ્પ માટે સ્થળ ઉપલબ્ધ કરાવી સહયોગ આપવા બદલ હરીશભાઈ ભરવાડ (આદેશરા પેલેસ) તથા ભરવાડ સમાજના **દાનાભાઈ ભરવાડ અને ગગજીભાઈ ભરવાડ (ભુવાજી)**નો પણ આયોજકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળના નવસારી જિલ્લા અધ્યક્ષ રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનાર તમામ દાતાઓ, તબીબી ટીમ, કાર્યકર્તાઓ, સ્થળ સંચાલકો તથા કેમ્પમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓનો આંતરહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાના આવા સેવાકીય કાર્યો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે.

“સેવા પરમો ધર્મઃ”ના ભાવ સાથે યોજાયેલ આ આંખ નિદાન કેમ્પ સમાજમાં આરોગ્ય સેવા અને માનવસેવાનું સુંદર ઉદાહરણ બન્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો