WAKANER :વાંકાનેરના જીનપરામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નંબર-13માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ચાર શખ્સોને વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે રેડ પાડી રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જીનપરા શેરી નં-13માં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના પગલે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ:નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા (રહે. વાંકાનેર)રમેશભાઈ મગનભાઈ દેગામા (રહે. વાંકાનેર)સંજયભાઈ દેવકરણભાઈ દેદાણ (રહે. વાંકાનેર) છનાભાઈ છગનભાઈ બારૈયા (રહે. વાંકાનેર)
પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી દાવ પર લાગેલી રોકડ રકમ તેમજ અંગઝડતીમાંથી મળી કુલ રૂ. 5,550/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે ચારેય શખ્સો વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી વાંકાનેર સિટી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













