રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને ” નેશન બિલ્ડર એવોર્ડ ” ( રાષ્ટ્ર નિર્માતા પુરસ્કાર ) થી સન્માનિત કરાયા

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વર :
સામાજિક સેવા અને શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને તેમની સેવાની કદરરૂપે ” નેશન બિલ્ડર એવોર્ડ ” થી સન્માનિત કરવાનો કાર્યક્રમ યુ.પી.એલ રોટરી લાયબ્રેરી હોલ ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ સુનિલ નાડકણી, સેક્રેટરી ડો. પ્રણવ બ્રહ્મભટ્ટ, બદલી સર્વિસ પ્રોજેક્ટ ચેર ગજેન્દ્ર પટેલ, પ્રજ્ઞેશ દેસાઈ સહિતના રોટેરીયન દ્વારા હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ ડી. સોલંકી તેમજ અંકલેશ્વર તાલુકાની વિવિધ શાળાના આચાર્ય તેમજ શિક્ષકની સાથે આંગણવાડીના કાર્યકર જેવા કે ઉમેશભાઈ એચ. પટેલ મદદનીશ શિક્ષક પ્રાથમિક શાળા અંદાડા ,જ્યોતિબાલા જી. પટેલ મદદનીશ શિક્ષક મુખ્ય શાળા નંબર – 01, મીનાક્ષીબેન એચ. પટેલ આંગણવાડી કાર્યકર ભાટવાડ,સુરેશભાઈ જે. વસાવા મદદનીશ શિક્ષક પ્રાથમિક શાળા માટીએડ,અફરોઝ એમ.ઢેસા મદદનીશ શિક્ષક ઝેનીથ હાઈસ્કૂલ, ભક્તિબેન એન.કોસમીયા આચાર્ય સરદાર પટેલ પ્રાથમિક શાળા તમામને “નેશન બિલ્ડર એવોર્ડ”તથા શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગજેન્દ્ર પટેલે શિક્ષકોની સેવાઓને બિરદાવી શુભકામનાઓ પાઠવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો