નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીની પૂર્વતૈયારીના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે રચવામાં આવેલી કુલ ૧૯ જિલ્લા કક્ષાની સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની તમામ સમિતિઓના કાર્યોની દેખરેખ તથા વિવિધ વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં બેઠક વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સહિતની વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમને સુચારૂ અને સફળતાપૂર્વક યોજવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર સી.કે. ઉંઘાડે જિલ્લા કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી અંગે પીપીટીના માધ્યમથી વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

 

જિલ્લા કલેકટર ગંગા સિંઘે જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણી માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન જાળવીને સોંપાયેલી જવાબદારીઓનું સમયબદ્ધ અને સુચારૂ આયોજન સાથે નિર્વહન કરવું. કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની અગવડ ન સર્જાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓની અગાઉથી ચકાસણી કરવા પણ તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો