રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૫.૧૦.૨૦૨૬
તાપી વન વિભાગ દ્વારા વન્યજીવ સપ્તાહ ૨૦૨૬ નિમિત્તે શાળાના બાળકો અને ગ્રામજનો માટે વન્યજીવ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પ્રમોદ ગુપ્તાની ટીમના બોલીવુડ કલાકારો દ્વારા નુક્કડ નાટક દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.નુક્કડ નાટકમાં આ મુખ્ય મુદ્દાઓ પર જાગૃતિ આપવામાં આવી હતી જેમાં પ્લાસ્ટિક મુક્ત જંગલ – પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, પ્લાસ્ટિક ખાવાથી વન્યજીવોના મોત થાય છે.જ્યારે દીપડો ગામમાં આવે તો શું કરવું, શું ન કરવું, બાળકોને એકલા ,જંગલમાં ન મોકલવા.જંગલમાં આગ લગાવવાથી કેટલું નુકસાન થાય છે,નાના જીવો, સાપ,પક્ષીઓ મરી જાય છે. બીડી-સિગારેટ ફેંકવી નહીં.વન્યજીવોનો શિકાર કરવો,ફસાવવા જાળ લગાવવી એ ગુનો છે, તેમાં સજાની જોગવાઈ છે.કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, RFO ,બી આર સી ધર્મેન્દ્રભાઈ ખાંટ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. અંતમાં વન વિભાગ દ્વારા પ્રમોદ ગુપ્તા અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.











