સાસરીના ત્રાસથી એક વર્ષથી પિયરમાં બેઠેલી મહિલાનું સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન ટીમ

માણાવદર તાલુકામાં  સાસરે રહેતા એક પરિવારની વહુ પર પતિ સાસુ – સસરા દ્વારા વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા એક વર્ષથી મહિલા કંટાળીને પિયરમાં રહેતી હતી.  તેમના પતિ એક વર્ષથી મહિલા અને તેમના બાળકોની સંભાળ ન લેતાં પતિને સમજાવી સુખદ જીવન જીવવાની આશા સાથે સમાધાન કરી રહેવા માંગતા હોય તેથી મહિલાએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનમા ફોન કરી મદદ માંગી હતી કેશોદ ૧૮૧ અભયમ્ ને કોલ મળતા જ  ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલાનું કાઉન્સેલિગ કરી મહિલાની સમસ્યા જાણતા જાણવા મળ્યું કે મહિલાના લગ્નના  થોડા વર્ષ સુધી લગ્ન સંસાર સારી રીતે ચાલતો હતો ને મહિલાને બે બાળકો હતા. પરંતુ છેલ્લા એક વર્ષ પહેલાં પતિનાં અને સાસુના વર્તનમા બદલાવો આવે છે અને  કામ બાબતે નાની નાની ભૂલો શોધી મહિલા પર વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા  હોવાથી મહિલા એ કુટુંબ અને સમાજના આગેવાન દ્વારા સમજાવા ના પ્રયત્ન કર્યા પરંતુ પતિ સમજવા તૈયાર ન હોય અંતે પતિ એ  મહિલાને પિયરમાં મજબૂર કરી અને મહિલા  એક વર્ષથી બે બાળકો સાથે પિયરમાં રહેતી હતી  અને મહિલા ને પતિ તરફથી કોઈ પણ ભરણપોષણ કે મદદરૂપ મળતી ન હોય તો મહિલાને પોતાના પિતાના ઘરેથી ભરણપોષણ મેળવવા મજબૂર બની હતી તેથી મહિલા પોતાના પિયરમાં મજુરી કામ કરી  પોતાનું ગુજરાન ચલાવતી હતી ૧૮૧ કાઉન્સેલર ડાયબેન માવદીયા અને કોન્સ્ટેબલ મિનાબેન લાડકીયા દ્વારા પીડીત મહિલા નાં પિયરમાં આવેલા પતિનુ કાઉન્સેલિગ કરી આગેવાનો ની હાજરીમાં પતિને કાયદાકીય માહિતી આપી  બે બાળકો નાં ભવિષ્ય માટે માતા પિતા બંને સાથે રહી સુખી જીવન જીવવાની ની સલાહ આપી બને પક્ષોના ભવિષ્ય અંગે વધુ સક્ષમ બનવા સમજણ આપી હતી તેથી પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં મહિલા પર શારીરિક અને માનસિક ત્રાસ નહીં આપે તેવી બાંહેધરી સાથે સમાધાન કરી સુખદ જીવનની શરૂઆત કરવા સહમત થયા હતા. આમ કેશોદ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન દ્વારા વધુ એક પરિવારના સમસ્યાઓનું નિવારણ કરી સુખદ સમાધાન કરવામાં સફળ રહી હતી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો