ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય: ખરીફ પાકની ટેકાના ભાવે નોંધણીની મુદત તા.૨૪ ઓક્ટોબર સુધી લંબાવાઈ

રાજ્યના ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગ દ્વારા બે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે અગાઉ અંતિમ તારીખ ૦૯ ઓક્ટોબર નક્કી કરાઈ હતી. જેમાં રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં ૧૫ દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની મુદત ૧૫ દિવસ વધારીને ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. તો તમામ નોંધણી કરાવવામાં બાકી રહેલ ખેડૂતોને લાભ લેવા અનુરોધ છે. તેમજ આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા માટે તા. ૪ ઓક્ટોબરથી  તા. ૧૫ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જિલ્લાના ખેડૂત ભાઈ-બહેનોને ખેતીવાડી યોજનાઓનો લાભ લેવા માટે સમયસર આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગ્રામપંચાયત કક્ષાએ VCE નો સંપર્ક કરવા તથા વધુ વિગતો માટે આપના ગામના ગ્રામસેવકશ્રી, તાલુકા માં વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અને જીલ્લા કક્ષાએ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત જૂનાગઢનો સંપર્ક કરવા  અખબારી યાદીમાં જણાવાયુ છે.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો