MALIYA:માળીયા નાની બરાર કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો ‘લાઇફ સ્કીલ મેળો’

MALIYA માળીયા નાની બરાર કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો ‘લાઇફ સ્કીલ મેળો’

માળિયા તાલુકાની શ્રી નાની બરાર કુમાર તાલુકા શાળામાં

શાળાના વિદ્યાર્થીઓમાં વ્યાવહારિક જ્ઞાન, સ્વાવલંબન અને જીવનઉપયોગી કૌશલ્યોનો વિકાસ થાય તેવા શુભ આશયથી આજરોજ શ્રી નાની બરાર કુમાર તાલુકા શાળા ખાતે એક ભવ્ય અને રોચક ‘લાઇફ સ્કીલ મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેળામાં વિદ્યાર્થીઓએ રોજિંદા જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સુશોભન અને કળા અંતર્ગત હેર સ્ટાઇલ, મહેંદી મૂકવી તથા મનોરમ ફૂલોની રંગોળી બનાવવી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ રજૂ થઈ હતી. આ સાથે વિદ્યાર્થીઓ વ્યવહારુ કામગીરીથી પરિચિત થાય તે માટે ડ્રિલ મશીન ચલાવવું, સ્ક્રૂ અને ખીલી લગાવવા, પંચર બનાવવું, ટાયરમાં હવા ભરવી તથા રમતના મેદાનના માપસરના રેખાંકન (દોરવા) જેવી ટેકનિકલ અને શારીરિક શ્રમની પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

મેળાનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાણી-પીણીના વિવિધ સ્ટોલ રહ્યા હતા. બાળ વેપારીઓએ ઉત્સાહપૂર્વક પાણીપુરી, ભૂંગળા બટેટા, રસ દાળ, ચણા મસાલા, સ્વાદિષ્ટ ભેળ, દહીં ચેવડો અને પોચા ઢોકળા જેવી વિવિધ વાનગીઓ બનાવીને તેનું વેચાણ કર્યું હતું. આ સ્ટોલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ હિસાબ-કિતાબ, વ્યવસાયિક સૂઝ, ટીમવર્ક અને ગ્રાહક સંપર્ક જેવા મહત્વના કૌશલ્યો પ્રત્યક્ષ રીતે શીખ્યા હતા.

શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને હાજર રહેલ ગ્રામજનોએ બાળકાળથી જ જીવનજીવવાની કળા શીખવતા આ અનન્ય પ્રકલ્પને બિરદાવ્યો હતો. સમગ્ર મેળો આનંદદાયક, પ્રેરણાદાયી અને શૈક્ષણિક મૂલ્યોથી સભર બની રહ્યો હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો