MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ IT સેલ પ્રમુખ જય મેરજાનો આજે જન્મદિવસ

MORBI:મોરબી જિલ્લા કોંગ્રેસ IT સેલ પ્રમુખ જય મેરજાનો આજે જન્મદિવસ

 

મોરબી જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ જય મેરજાનો આજે જન્મદિવસ હોવાથી પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ, મિત્રવર્તુળ તેમજ સ્નેહીજનો દ્વારા તેમને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

જય મેરજા મોરબી જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ તરીકે સંગઠનમાં સતત સક્રિય રહીને પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના માધ્યમથી કોંગ્રેસ પક્ષની નીતિઓ, જનહિતના પ્રશ્નો, લોકોની સમસ્યાઓ તેમજ સંગઠનની વિવિધ પ્રવૃત્તિઓને છેવાડાના નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

તેમના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા સહિત ટેલિફોનિક માધ્યમો દ્વારા પણ કાર્યકરો અને આગેવાનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો