ફૈઝ ખત્રી…શિનોર

શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ પીએમ શ્રી પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને લગતા વિવિધ પ્રોજેક્ટો તથા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરી તેમના પ્રયત્નોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમ માં વડોદરા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માંથી લાયઝન લેક્ચરર શ્રી.રમેશ ભાઈ ગોરેયા તેમજ સ્લીપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર હિતેશ ભાઈ તેમજ ડોક્ટર મહેતાબ ભાઈ તેમજ અન્ય શાળા ના શિક્ષકો વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
આવા શૈક્ષણિક પ્રદર્શનોના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધનાત્મક વૃત્તિ અને સર્જનાત્મકતાનો વિકાસ
થાય છે.










