સુરેન્દ્રનગર: વાયરલ બીભત્સ વીડિયો મામલે પોલીસની લાલ આંખ, દૂધરેજ વહાણવટી નગરના 9 આરોપીઓ ઝડપાયા

તા.07/10/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક અત્યંત બીભત્સ અને અમાનવીય વિડીયોને આધારે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ અને મદદનીશ પોલીસ અધિક્ષકની ટીમે તાત્કાલિક એક્શન લઈ ઘટનામાં સંસર્ગ ધરાવતા તમામ ૯ આરોપીઓને હસ્તગત કરી લીધા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની સાહેબ તેમજ સુરેન્દ્રનગર ડિવિઝન અને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આ ત્વરિત અને કડક કામગીરી કરવામાં આવી હતી. બનાવની વિગત મુજબ, આરોપીઓએ એકબીજા સાથે મળીને ‘ચોખ્ખી કરાવવાની વિધિ’ના બહાને ફરિયાદી તથા સાહેદ રામાભાઈને સુરેન્દ્રનગર ખાતે બોલાવ્યા હતા. ત્યારબાદ બંનેને લાકડાના ધોકા તથા ઢીકાપાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલેથી ન અટકતા સાહેદ રામાભાઈને દોરડા વડે બાવળના ઝાડ સાથે બાંધી દેવાયા હતા અને ફરિયાદીને એક રૂમમાં પૂરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ બળજબરીપૂર્વક ફરિયાદીની મરજી વિરુદ્ધ સાહેદ રામાને નીચે સુવડાવી, તેની ઉપર ફરિયાદીના કપડાં ઊંચા કરાવી બેસાડવામાં આવ્યા હતા. વિકૃત માનસિકતા દર્શાવી આરોપીઓએ ફરિયાદીની પેશાબ કરવાની જગ્યાએ સાહેદ રામા પાસે જીભથી ચાટવડાવ્યું હતું તથા ફરિયાદીનો પેશાબ રામાને પીવડાવ્યો હતો. આ સમગ્ર નિર્મમ કૃત્યનો મોબાઇલ ફેનમાં વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી ગુનો આચરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૭૨૬૧૨૧૦/૨૦૨૬ થી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૦(૧), ૧૧૫(૨), ૧૨૭(૩), ૧૪૨, ૩(૫) તથા આઇ.ટી. એક્ટની કલમ ૬૬(ઈ), ૬૭(એ) મુજબ ગુનો નોંધી નીચે મુજબના નવ આરોપીને હસ્તગત કર્યા જેમાં પોપટભાઈ લાખાભાઇ સરવૈયા, રમેશભાઈ મનુભાઈ સરવૈયા, જયંતીભાઈ પેથાભાઇ સરવૈયા, ભરતભાઈ ખાટાભાઇ સરવૈયા, જીતુભાઈ ધીરૂભાઈ સરવૈયા, પપ્પુભાઇ બકાભાઇ પરમાર, કલાભાઈ કેશુભાઇ સરવૈયા, ગીતાબેન જંયતીભાઇ સરવૈયા, લીલાબેન ખાટાભાઈ સરવૈયા તમામ રહે, દૂધરેજ, વહાણવટીનગર, સુરેન્દ્રનગર આ સરાહનીય અને તાત્કાલિક કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક વેદિકા બિહાની, સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પીઆઇ આર. એમ. સંગાડા, સીટી બી ડિવિઝન પીએસઆઇ એચ.એસ. જાડેજા, સીટી એ ડિવિઝન પીએસઆઇ આર.જી. ચુડાસમા તથા મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરીના એએસઆઈ રવિભાઈ રાણાભાઈ અને પોલીસ સ્ટાફ રોકાયેલ હતો.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો