જામનગર નજીક નાઘેડી ગામના પાટિયા પાસે સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી બુટલેગરની હોટલ જમીનદોસ્ત

જામનગર નજીક નાઘેડી ગામના પાટિયા પાસે સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી બુટલેગરની હોટલ જમીનદોસ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ તંત્રની કાર્યવાહી : એલસીબી અને પંચકોશી-બી પોલીસના બંદોબસ્ત વચ્ચે અનધિકૃત બાંધકામ દૂર કરાયું

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૮, જામનગર નજીક નાઘેડી પાટિયા પાસે થોડા દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. આ કાર્યવાહી બાદ બુટલેગર રામ જીવા મોઢવાડિયા ( રામકો મેર)ની નાઘેડી પાટિયા નજીક આવેલી હોટલનું બાંધકામ અનધિકૃત હોવાનું ધ્યાનમાં આવતા આજે તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ તેમજ પંચકોશી-બી ડિવિઝનના પી.આઈ વી.જે. રાઠોડ અને તેમની ટીમના પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે હોટલનું બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન સમગ્ર અનધિકૃત બાંધકામ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

46
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો