લીમખેડા તાલુકાની નિવાસી મોડેલ શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ

તા.૦૮.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda: લીમખેડા તાલુકાની નિવાસી મોડેલ શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફાયર સેફ્ટી તાલીમ યોજાઈ

 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની નિવાસી મોડેલ શાળામાં વિદ્યાર્થીઓ અને શાળા સ્ટાફને આપત્તિના સમયે સલામતી અને સુરક્ષાના મહત્વ વિષયક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફાયર સેફ્ટી તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમ અંતર્ગત મોડેલ સ્કૂલ, લીમખેડા ખાતે કુલ.૫૮૯ વિદ્યાર્થીઓ અને ૨૪ સ્ટાફ, G.L.R.S. નિનામાની વાવ ખાતે ૩૬૨ વિદ્યાર્થીઓ અને ૧૩ સ્ટાફ, આદર્શ નિવાસી કન્યાશાળા, લીમખેડા ખાતે ૧૧૨ વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા G.L.R.S. મંડોર સ્કૂલ ખાતે ૩૮૯ વિદ્યાર્થીઓ અને ૧૪ સ્ટાફે તાલીમમાં ભાગ લીધો હતો.આમ,ચારેય શાળાઓના કુલ ૧,૪૫૨ વિદ્યાર્થીઓ અને ૫૬ સ્ટાફ મળી કુલ ૧,૫૦૮ વ્યક્તિઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ફાયર સેફ્ટી અંગે તાલીમ આપવામાં આવી હતી.તાલીમ દરમિયાન આપત્તિના સમયે સાવચેતી રાખવા,સલામત સ્થળે પહોંચવા,બચાવ કામગીરી દરમિયાન જરૂરી તકેદારી રાખવા સહિતની મહત્વપૂર્ણ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી જયેશકુમાર જી.ગાડીલુહાર એ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને સલામતી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની સાથે સાથે શાળા સ્ટાફમાં આપત્તિના સમયે ઝડપી અને સલામત પ્રતિસાદ આપવા અંગે જાગૃતિ અને વ્યવહારુ સમજ વિકસાવવાનો હતો

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો