નર્મદા : રાજ્યકક્ષાની અંડર-17 શાળાકીય હેન્ડબોલ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો

શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, વડીયાના વિદ્યાર્થીઓએ હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાની શાળાકીય અંડર-17 ભાઈઓની હેન્ડબોલ ટીમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. ૬ થી ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં નર્મદા જિલ્લાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સાથે સંલગ્ન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ, વડીયાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ રમતકૌશલ્ય દર્શાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના શિક્ષકમિત્રોએ ટીમના તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. ખેલાડીઓની મહેનત, શિસ્ત, સમર્પણ અને માર્ગદર્શનના પરિણામે નર્મદા જિલ્લાને રાજ્યકક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે.










