તારીખ ૦૯/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
“જનકલ્યાણ માટે સેવા, સુશાસન સાથે વિકાસ” ના મંત્ર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સેવા અને સુશાસનના ગૌરવપૂર્ણ પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત કાલોલ તાલુકાના અડાદરા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ અને કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનો સુધી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સીધો પહોંચાડવામાં આવ્યો હતો. આરોગ્ય, શિક્ષણ, કૃષિ, આવાસ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ પ્રમાણપત્રો અને સહાય વિતરણ કરવામાં આવી હતી. જ્યાં આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ સહિત જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો, મોટીસંખ્યામાં મહિલાઓ, સરપંચઓ સહિત મહાનુભાવોએ પ્રધાનમંત્રીના 25 વર્ષના સુશાસન મોડેલને બિરદાવ્યું હતું જ્યાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની યોજના પહોંચે એ જ સાચી સેવા છે. ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને આ અભિયાનમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોવાની સાંસદ,જીલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યે લાગણી વ્યક્ત કરી હતી.










