

લક્ષ્ય 2026: ગાંધીનગરમાં ભાવિ ડૉક્ટરોનો ભવ્ય સંગમ

ગાંધીનગર, 20 ઓક્ટોબર 2026: Making Doctors Organization દ્વારા ગાંધીનગર ટાઉન હોલ ખાતે “લક્ષ્ય 2026 – 10th Pre-Departure Ceremony”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારત તથા વિદેશમાં MBBS કરવા જઈ રહેલા 350થી વધુ વિદ્યાર્થીઓ અને 700થી વધુ વાલીઓ, શિક્ષકો તથા MDO ટીમ સભ્યો જોડાયા.
કાર્યક્રમમાં “એક સપનું… અનેક બલિદાન” વિષય પર ડૉ. ઉમંગ પટેલે વિદ્યાર્થીઓને માતા-પિતા અને પરિવારના યોગદાનનું મહત્વ સમજાવ્યું. ગુલામખાન જુનેજા દ્વારા Ready to Fly સેશનમાં વિદેશ જતાં પહેલાંની તૈયારી, ઇમિગ્રેશન અને MDOની Support System અંગે માર્ગદર્શન અપાયું.
વાલીઓ માટે Parents’ Role & Responsibility, તેમજ FMGE, NEET-PG, USMLE અને AMC અંગે સફળ વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીનીઓ માટે Safety & Security અંગે પણ ખાસ સેશન યોજાયું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, મેન્ટર્સ અને MDO ટીમનું સન્માન કરવામાં આવ્યું તથા ઉત્કૃષ્ટ કામગીરી બદલ MDO Excellence Awards એનાયત કરાયા.
“એક સપનું… અનેક બલિદાન: લક્ષ્ય 2026માં 350+ ભાવિ ડૉક્ટરો અને 700+ વાલીઓનો ભવ્ય સંગમ!”
જયંતિ પરમાર સાબરકાંઠા










