બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ની મધ્યસ્થીમાં રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ

કિરીટ પટેલ બાયડ

રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને સરકાર વચ્ચે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની મધ્યસ્થીથી મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

રાજ્યની નોન-ગ્રાન્ટેડ / સ્વનિર્ભર શાળાઓના પડતર નીતિગત, કાયદાકીય અને વહીવટી પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય શાળા સંચાલક મહામંડળ (ગુજરાત પ્રદેશ) ના હોદ્દેદારો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બાયડ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા એ સંગઠન અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને બેઠકનું આયોજન કરાવ્યું હતું.

બાયડના ધારાસભ્ય  ધવલસિંહ ઝાલાની મધ્યસ્થીથી યોજાયેલી આ બેઠકમાં મહામંડળના પ્રમુખ ડૉ. શંકરસિંહ રાણા તથા સ્વનિર્ભર સેલના સ્ટેટ કન્વીનર  ધીરેન વ્યાસ અને  મનિષ પટેલ સહિતના પ્રતિનિધિમંડળે માન. શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) શ્રીમતી રીવાબા જાડેજા સાથે રૂબરૂ મળીને સ્વનિર્ભર શાળાઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી રજૂઆત પત્ર સુપરત કર્યું હતું.

 * શિક્ષણ વિધેયક ૨૦૨૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૬ ની જોગવાઈઓ અને તેના વ્યવહારિક અમલીકરણ અંગે સ્પષ્ટતા.

* એફ.આર.સી. અને આર.ટી.ઈ.: FRC પ્રક્રિયાનું સરળીકરણ, સમયમર્યાદા તેમજ RTE Reimbursement ના સમયબદ્ધ નિરાકરણ અંગે રજૂઆત.

* સુરક્ષા અને પ્રોટોકોલ: શાળાઓમાં વિદ્યાર્થી શિસ્ત માટે Code of Conduct અને આચાર્ય, શિક્ષકો તથા સંચાલકોની કાયદાકીય સુરક્ષા માટે સ્પષ્ટ SOP/Protocol નક્કી કરવા બાબત.

* વહીવટી સ્વાયત્તતા: સ્વનિર્ભર શાળાઓની વહીવટી સ્વાયત્તતા અને સંચાલકીય અધિકારોની જાળવણી.

ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાની મધ્યસ્થીથી સંગઠન અને સરકાર વચ્ચે થયેલી આ સકારાત્મક ચર્ચા બાદ શિક્ષણ મંત્રીશ્રીએ પણ પ્રશ્નોના યોગ્ય અને ત્વરિત ઉકેલ માટે હકારાત્મક વલણ દાખવ્યું હતું.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો