તા.૧૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ગોધરા રોડ પર દારૂ ભરેલી કારે સર્જ્યો અકસ્માત: 5 વાહનોને અડફેટે લીધા, રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ચાલકની કરી ધરપકડ
દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલ મુવાલિયા ક્રોસિંગ નજીક એક કાર ચાલકે બેફામપણે વાહન હંકારીને અકસ્માત સર્જ્યો હતો. રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ડસ્ટર કારે કુલ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે રોડ સાઇડ પર પાર્ક કરેલી ચાર મોટરસાઇકલને ભારે નુકસાન પહોંચ્યું છે.ચાલુ ગાડીએ કૂદકો મારી ચાલક ફરાર થયો હતો અકસ્માત સર્જાયા બાદ ડસ્ટર કારનો ચાલક ચાલુ ગાડીએ જ કૂદકો મારીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દાહોદ રૂરલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.₹ 3.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત પોલીસે અકસ્માત સર્જનાર ડસ્ટર કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 744 બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 3.26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.ગણતરીના કલાકોમાં આરોપી જેલ ભેગો ઘટના બાદ દાહોદ રૂરલ પોલીસે ફરાર ચાલકને પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ અકસ્માત સર્જી ફરાર થયેલા આરોપી મેહુલકુમાર લુહારની ધરપકડ કરી લીધી છે.હાલ પોલીસે આરોપી વિરુદ્ધ દારૂબંધીના ભંગ (પ્રોહિબિશન) તથા બેફામ ડ્રાઇવિંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










