અરવલ્લી : શામળાજીની આશીર્વાદ હોટલ ખાલી કરી દે કહી અસામાજીક તત્ત્વોનો ઘાતકી હુમલો,ત્રણના માથા ફોડ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજીની આશીર્વાદ હોટલ ખાલી કરી દે કહી અસામાજીક તત્ત્વોનો ઘાતકી હુમલો,ત્રણના માથા ફોડ્યા

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકમાં જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ ન રહ્યો હોય તેમ માથાભારે તત્તવોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે.અસામાજીક તત્ત્વોના રંજાડને પગલે વેપારીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-48 પર શામળાજી વેણપુર ગામ નજીક આશીર્વાદ હોટલમાં ટોળું ઘાતક હથિયારો સાથે ધસી પહોંચી હોટલ સંચાલકને હોટલ ખાલી કરી દે કહી કુહાડી અને લોખંડની પાઇપના ઘા ઝીંકી હોટલ સંચાલક તેના પુત્ર અને ભત્રીજા પર લોહીલુહાણ કરી આતંક મચાવતા ઘટનાની જાણ થતા શામળાજી પોલીસ સ્થળ પર પહોંચતા પોલીસ જીપ જોઈ ગાડીઓમાં ફરાર થઇ જતા પોલીસે 5 નામજોગ આરોપી સહીત ટોળાં સામે ગુન્હો નોંધી તપાસનો ધમઘમાટ શરૂ કર્યો છે

વેણપુર નજીક આવેલી આશીર્વાદ હોટલ છેલ્લા 22 વર્ષથી ભાડા પર ગિરીશ સોમાભાઈ પટેલ ચલાવી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક સમયથી વિજયનગર વીરપુર ચામઠણ ગામના જીતુ નિનામા અને રાજસ્થાન કેસરિયાના બ્રિજેશ કોઠારી સાથે વિવાદ ચાલી રહ્યો છે થોડા દિવસ અગાઉ હોટલ પર કાર અને બાઈકના કાફલા સાથે જીતુ નિનામા પહોંચી આશીર્વાદ હોટલ ખરીદી લીધી છે કહી હોટલ ખાલી કરી દેવાની ધમકી આપી જતા રહ્યા હતાબુધવારે રાત્રીના સુમારે જીતુ નિનામા, બ્રિજેશ કોઠારી અન્ય લુખ્ખાઓ સાથે ગાડીઓ ભરી હોટલ આશીર્વાદ હોટલમાં કુહાડી અને લોખંડ ની પાઇપ જેવા મારક હથિયારો સાથે પહોંચી આતંક મચાવી હોટલ ખાલી કરી દો કહી દેકારો મચાવી બેફામ ગાળાગાળી કરી ગિરીશ પટેલ પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધા હતા તેમના પુત્ર પંકજ અને ભત્રીજા કૃષ્ણકાંત પર કુહાડી અને લોખંડની પાઇપ ફટકારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હોટલ પર ટોળાંએ ઘાતકી હુમલો કરી આતંક મચાવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા શામળાજી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા અસામાજિક તત્ત્વો ફરાર થઇ ગયા હતા

શામળાજી પોલીસે ગિરીશભાઈ સોમાભાઈ પટેલે (રહે, જાબચિતરીયા) 1)જીતુ નિનામા (રહે,વીરપુર-ચામઠણ,વિજયનગર-સાબરકાંઠા),2)બ્રિજેશ કોઠારી(રહે, કેસરીયાજી-રાજ), 3)શંકર ગુર્જર (રહે, ભિલોડા), 4)રણજીત બાબુ બોડાત અને 5)વનરાજ ઉર્ફે મુન્નો બાબુ હોથા (રહે,ગંભીરપુરા, ભિલોડા) તેમજ ટોળાં વિરુદ્ધ બીએનએસ કલમ-109(1),329(3),189(2)
,191(2)(3),190,61(2),3(5),351(2),352
તેમજ જીપી એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો