MORBI:મોરબીમાં ૨૨મી ઓક્ટોબરે કૉંગ્રેસની ‘ખેડૂત આક્રોશ મહાસભા’: દુષ્કાળ જાહેર કરવા અને પાક વીમા સહિતના પ્રશ્નો ગાજશે

MORBI:મોરબીમાં ૨૨મી ઓક્ટોબરે કૉંગ્રેસની ‘ખેડૂત આક્રોશ મહાસભા’: દુષ્કાળ જાહેર કરવા અને પાક વીમા સહિતના પ્રશ્નો ગાજશે

મોરબી:સૌરાષ્ટ્રભરના ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપવા માટે મોરબી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા આગામી તારીખ ૨૨/૧૦/૨૦૨૬ના રોજ મોરબી ખાતે ભવ્ય ‘ખેડૂત આક્રોશ મહાસભા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભા રાજપર રોડ પર આવેલા આનંદ પાર્ટી પ્લોટ સામે, સાંજે ૪:૦૦ વાગ્યે યોજાશે.

કૉંગ્રેસ નેતા લલિત વસોયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને આ મહાસભામાં મોટી સંખ્યામાં ઉમટી પડવા આહ્વાન કરતાં મુખ્ય પડતર પ્રશ્નોની વિગત આપી હતી:

વીજ પોલ આંદોલનને સમર્થન: ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજ પોલ સામે જેતપુર સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો ચલાવી રહેલી લડતને આ મહાસભા દ્વારા વધુ વેગવંતી બનાવી પૂરેપૂરું સમર્થન જાહેર કરાશે.

૪૦થી વધુ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ: જામનગર, દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ૪૦થી વધુ તાલુકાઓમાં અપૂરતો વરસાદ નોંધાયો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક સરકારની જેમ ગુજરાત સરકારે પણ તાત્કાલિક આ વિસ્તારોને અછતગ્રસ્ત/દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ.

પાક વીમા યોજના પુનઃ શરૂ કરવા રજૂઆત: સમગ્ર દેશમાં પાક વીમા યોજના કાર્યરત છે, જ્યારે ગુજરાત સરકારે તે બંધ કરી દીધી છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ હોવાથી જો પાક વીમો હોત તો ધરતીપુત્રોને મોટી રાહત મળત; તેથી સરકારે ખેડૂતોને પાક વીમાનો લાભ આપવો જ જોઈએ.

રાહત દરે ઘાસચારો: વરસાદની ખેંચને પગલે સૌરાષ્ટ્રમાં માલધારીઓ અને પશુપાલકો ઘાસચારાની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે, જેથી સરકાર દ્વારા રાહત દરે પૂરતો ઘાસચારો પૂરો પાડવામાં આવે.

લલિત વસોયાએ તમામ સમાજના ધરતીપુત્રોને પક્ષપલટા અને જ્ઞાતિવાદથી ઉપર ઊઠી, માત્ર ‘ખેડૂત’ બનીને એકતા દર્શાવવા અને પોતાના હકની લડાઈ માટે ‘ખેડૂત આક્રોશ મહાસભા’માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો