તા.૧૬.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદના કતવારામાં કપડાની દુકાનના તાળા તૂટ્યા દુકાનમાં ચોરી કરતા પહેલાં બહાર અને અંદર લાગેલા CCTV કેમેરા તોડી નાખ્યા!
દાહોદ તાલુકાના કતવારામાં કપડાંની દુકાનને ચોરોએ બનાવી નિશાન.દાહોદ તાલુકાના કતવારા ગામમાં શિવમ હોટેલ નજીક આવેલી ‘લુક પોઈન્ટ’ નામની કાપડની દુકાનમાં કોઈ અજાણ્યા તસ્કર ઈસમોએ તાળા તોડીને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.વહેલી સવારે દુકાન માલિક પોતાની દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે દુકાનનું તાળું તૂટેલું અને શટર ઊંચું જોતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટના અંગે તુરંત જ કતવારા પોલીસને જાણ કરવામાં આવી હતી.દુકાનમાં પ્રવેશતાની સાથે જ દુકાનની બહાર તેમજ અંદર લાગેલા CCTV કેમેરા અજાણ્યા ચોર ઈસમએ તોડી નાખ્યા હતા, જેથી તેમની ઓળખ છૂપી રહી શકે. હાલ તો દુકાનનું શટર અને તાળા તૂટેલી હાલતમાં છે, ત્યારે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે કે દુકાનમાંથી રોકડ કે કપડાંની કિંમતની કેટલી ચોરી થઈ છે.









