જૂનાગઢ જિલ્લામાં ૧૪ નવેમ્બર સુધી હથિયારબંધી : જાહેર શાંતિ અને સલામતી જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ. બારડ દ્વારા સમગ્ર જિલ્લા વિસ્તાર માટે હથિયારબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલી દરખાસ્તના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ હુકમ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ થી ૧૪ નવેમ્બર ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં અમલમાં રહેશે.
આ જાહેરનામા મુજબ જિલ્લામાં કોઈપણ સ્થળે શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી કે શારીરિક હિંસા પહોંચાડી શકે તેવી ચીજવસ્તુઓ સાથે રાખવા પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પથ્થરો કે ફેંકી શકાય તેવા અન્ય સાધનો એકઠા કરવા, યંત્રો તૈયાર કરવા કે લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. વ્યક્તિઓ કે શબની પ્રતિકૃતિ કે પૂતળા પ્રદર્શિત કરવા, જાહેરમાં અપમાનજનક કે બીભત્સ સૂત્રો પોકારવા, અશ્લીલ ગીતો ગાવા, શાંતિનો ભંગ થાય તેવા ભાષણો કરવા કે ચેષ્ટાઓ પ્રદર્શિત કરવા તેમજ શાંતિ ડહોળાય તેવા ચિત્રો કે પ્લેકાર્ડ દર્શાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામામાંથી સરકારી ફરજ પર હોય અને ફરજના ભાગરૂપે હથિયાર રાખવાની સત્તા હોય તેવા કર્મચારીઓને મુક્તિ આપવામાં આવી છે. શારીરિક અશક્તિના કારણે લાકડી રાખવાની પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ તેમજ ખેતીકામના ઓજારો લઈને જતા ખેડૂતોને રોજિંદા કામકાજમાં અડચણ ન પડે તે માટે આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) મુજબ કાયદેસરનો દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો