કાલોલ તાલુકામાં 803 લાખના ખર્ચે રસ્તાઓના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત:ધારાસભ્યના હસ્તે વિકાસ કામોનો પ્રારંભ.

તારીખ ૧૭/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની સુવિધા વધુ મજબૂત બનાવવા માટે આજરોજ મોટા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કાલોલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ના હસ્તે કાલોલ તાલુકાના ઘુસર, ભદ્રોલી ખુર્દ, બોડીદ્રા, કનેટિયા, ડેરોલ સ્ટેશન અને જાખરીપુરા એમ કુલ 6 ગામોમાં રૂ. 803 લાખના ખર્ચે 16.60 કિલોમીટર લંબાઈના રિસરફેસિંગ રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યાં આ રસ્તાઓના નવીનીકરણથી સ્થાનિક નાગરિકોની અવરજવર વધુ સુગમ બનશે, ખેડૂતોને ખેત પેદાશો બજાર સુધી લઈ જવામાં સરળતા રહેશે અને વાહનવ્યવહારને પણ મોટી રાહત મળશે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તાઓની મરામતની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી હતી, જે આજે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “જનસેવા અને જનકલ્યાણના સંકલ્પ સાથે કાલોલ વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે અમે સતત કાર્યરત છીએ. જનતાની સુખાકારી એ જ અમારી પ્રાથમિકતા છે.”આ ખાતમુહૂર્ત પ્રસંગે કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, આજુબાજુના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો