જી.મોદીવિદ્યાસંકુલ, પાલનપુરખાતે નવરાત્રી મહોત્સવયોજાયો

17 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી. મોદી વિદ્યા સંકુલ,પાલનપુર ખાતે સવારે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહોત્સવમાં સંકુલની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ,અધ્યાપકો સ્ટાફ મિત્રોએ પરંપરાગત (ટ્રેડિશનલ) પોશાકમાં સજ્જ થઈને ગરબાની જમાવટ કરી હતી.ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી પ્રકાશ બારોટ અને તેમની ટીમે પોતાના સુરીલા અવાજમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવીયા હતા.ગરબાના અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બેસ્ટ (ખેલૈયાઓ) અને બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવેલા વિદ્યાર્થીઓને સંકુલ તરફથી ઉત્સાહવર્ધક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સંકુલના નિયામક શ્રી ડૉ. રમેશભાઈ પટેલ, અપૂર્વભાઈ મહેતા જી. ડી. મોદી કોલેજ ના આચાર્યશ્રી, ડૉ.સુરેશભાઈ પટેલ ડૉ.યોગેશ ડબગર તેમજ કોલેજના અન્ય પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને બિરદાવ્યો હતો.સમગ્ર વિદ્યા સંકુલમાં ગરબા મહોત્સવથી ભક્તિ અને ઉત્સાહમય વાતાવરણ સર્જાયું હતું.આરતી થાળ વગેરે ની સજાવટ ડૉ. કલ્પનાબેન ગાંવિત એ કરી કાર્યક્રમ ને શોભાવ્યો હતો.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો