શહેરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ધારાસભ્ય જેઠાભાઈ આહીરના નેતૃત્વમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાકાર્યની પહેલ

 

શહેરા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ આહીરના નેતૃત્વ હેઠળ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય મગનભાઈ પટેલીયા, શહેરા તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમભાઈ પગી, શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ સહિત શહેરા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

શ્રમિક ભાઈ-બહેનોને સન્માનપૂર્વક ભોજન મળી રહે અને જરૂરિયાતમંદો સુધી સેવાભાવ પહોંચે તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. સમાજના દરેક વર્ગની સુખાકારી માટે સેવાકાર્યોને સતત આગળ ધપાવવાના પ્રયાસરૂપે આ ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો