દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી

તા.૧૭.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી

દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળા અને મરાઠી સેકન્ડરી ગુજરાતી માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના નાના-મોટા તમામ વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાની ભારે રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમનો પ્રારંભ મા અંબાની આરાધના અને ભાવપૂર્વક આરતી કરીને કરવામાં આવ્યો હતો. આરતી બાદ ઢોલના તાલે અને નવરાત્રીના પરંપરાગત ગીતો પર શાળાના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે સાથે શાળાના શિક્ષકો અને કર્મચારીઓ પણ ગરબાના તાલે ઝૂમ્યા હતા, જેનાથી સમગ્ર શાળા કેમ્પસ ભક્તિમય અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં ફેરવાઈ ગયું હતું.કાર્યક્રમ દરમિયાન પરંપરાગત કેડીયા, ચણિયાચોળી અને રજવાડી પોશાકમાં સજ્જ થઈને આવેલા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉત્કૃષ્ટ ગરબા રમનાર તેમજ શ્રેષ્ઠ પરંપરાગત ડ્રેસ પહેરીને આવેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.​શાળાના આચાર્ય તથા  તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને નવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવી હતી અને આ પ્રકારના સાંસ્કૃતિક આયોજનોથી બાળકોમાં આપણી પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ અને આદર વધે છે તેમ જણાવ્યું હતું.

54
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો